શૈક્ષણિક લોન યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ)


શૈક્ષણિક લોન યોજના (ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ) 

હેતુ

  • પછાત વર્ગના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનો વ્યવસાયીક મેડીકલ અને ટેકનિકલ શિક્ષણ મેળવવા માટે લોન યોજના..

લોન મેળવવાની પાત્રતા

  • અરજદાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હોવા જોઇએ
  • અરજદારના કુંટુંબની કુલ વાર્ષીક રૂ.૩.૦૦લાખ થી વઘુ ન હોવી જોઇએ.
  • આવરી લેવામાં આવેલ અભ્યાસક્રમ
    • એમ.બીએ. અથવા તથા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યામસ ક્રમ)
    • એમ.સી.એ. માસ્ટર ઓફ કોમ્પ્યુટર એ૫લીકેશન અથવા તેની સમકક્ષ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)
    • આઇ.આઇ.ટી/અન્ય‍ સંસ્થા.ઓ દ્રારા યોજવામાં આવેલ સ્નાતક કક્ષાના ઇજનેરી અભ્યાસક્રમ (એ.આઇ.સી.ઇ.ટી.ઇ. દ્રારા માન્ય અભ્યાસ ક્રમ)
    • મેડિકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયાએ જેને માન્યતા આપી હોય તેવી કોલેજ દ્રારા યોજવામાં આવેલા તબીબી શિક્ષણ સંબંધી એમ.બી.બી.એસ.(આર્યુવૈદિક, હોમીયોપેથીક, યુનાની સહિત) અભ્યાસક્રમ
    • નેશનલ કાઉન્સીલ ઓફ હોટલ મેનેજમેન્ટ દ્રારા માન્ય કરવામાં આવેલ હોય તેવા હોસ્પિટાલીટી મેનેજમેન્ટના ડિપ્લોમા અભ્યાસક્રમ.
લોનની રકમમાં નીચેનાનો સમાવેશ થશે.
  • પ્રવેશ ફી અને ટયુશન ફી
  • રહેવા – જમવાનો ખર્ચ

યોજનાની મુખ્યમ લાક્ષણિકતાઓ

  • આ યોજનામાં લોનની મહત્તમ મર્યાદા રૂા.૧૦.૦૦લાખ સુધીની છે.
  • આ યોજનાઓમાં વ્યાજનો દર વિદ્યાર્થી (છોકરા) માટે વાર્ષિક ૪ ટકા અને વિદ્યાર્થીની (છોકરી) માટે વાર્ષિક ૩.૫ ટકા રહેશે.
  • આ યોજનાઓમાં યુનિટ કોસ્ટના ૯૦ ટકા લોન આપવામાં આવશે જેમાં રાષ્ટ્રીય નિગમના ૯૦ ટકા, રાજય સરકારના ૫ ટકા અને લાભાર્થી ફાળાની ૫ ટકા રકમ રહેશે.
  • આ લોન વ્યાજ સહિત ૬૦ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની થાય છે. લોનની વસુલાત અભ્યાક્રમ પુરો થયેથી ૬ માસમાં કે નોકરી વ્યવસાય મળેથી બંન્નેમાંથી જે વહેલુ હોય ત્યારથી ભરપાઇ કરવાની રહેશે.

Related Posts