MHA extends Unlock 5.0 guidelines till November end | 30 નવેમ્બર સુધી અનલોક-5 જ લાગુ રહેશે |


 મંત્રાલયે 30 સપ્ટેમ્બરના રોજ કોરોનાને લગતી જે ગાઈડલાઈન જાહેર કરી હતી તે હવે 30મી નવેમ્બર,2020 સુધી લાગૂ રહેશે



         ગૃહ મંત્રાલય (MHA)એ કોરોન વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખી ગાઈડલાઈન (દિશા-સૂચનો) જારી કરી છે એટલે કે મંત્રાલયે 30 સપ્ટેમ્બરના રોજ કોરોનાને લગતી જે ગાઈડલાઈન જાહેર કરી હતી તે હવે 30મી નવેમ્બર,2020 સુધી લાગૂ રહેશે.

          મોટાભાગના કામકાજોને મંજૂરી આપવામાં આવી છે, જોકે મોટી સંખ્યામાં લોકો ભેગા કે સામેલ થાય તેવી પ્રવૃત્તિઓને પણ કેટલાક નિયંત્રણો સાથે મંજૂરી આપવામાં આવી છે અને તે આરોગ્ય તથા સ્વાસ્થ્યને લગતી સાવચેતીના સંદર્ભમાં SOPને આધિન છે.

               મતદાનવાળા બિહાર અને રાજ્યોની પેટા ચૂંટણીઓ યોજાનારી બેઠકોમાં રાજકીય મેળાવડાઓને નજીકના જગ્યા અથવા સભાખંડમાં અને તેના કદના આધારે ખુલ્લી જગ્યામાં વધુમાં વધુ 200 લોકોની હાજરી સાથે મંજૂરી આપવામાં આવી હતી.

30મી સપ્ટેમ્બર જારી ગાઈડલાઈન બાદ આ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી હતી :

  1. MHAની પરવાનગી પ્રમાણે મુસાફરોને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી
  2. રમતવીરોની તાલીમ માટે સ્વીમિંગ પૂલનો ઉપયોગમાં કરવા મંજૂરી
  3. બિઝનેસ ટુ બિઝનેસ (B2B) ઉદ્દેશથી એક્ઝિબિશન હોલ્સ માટે મંજૂરી
  4. સિનેમા/થિએટર્સ/મલ્ટીપ્લેક્ષ તેમની 50% સિટીંગ ક્ષમતા સુધી ખોલી શકાશે
  5. સામાજીક/શૈક્ષણિક/રમત-ગતમ/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય વગેરે હોલ ક્ષમતાના 50 ટકા સુધીની મહત્તમ ક્ષમતા તથા 200 વ્યક્તિની મર્યાદાને આધિન મંજૂરી

હાલના કોરોના કેસ :

મંગળવારે ભારતમાં છેલ્લા ત્રણ મહિનામાં દૈનિક કેસોમાં સૌથી ઓછો વધારો જોવા મળ્યાના માત્ર એક દિવસ પછી 36,469 તાજા કોરોનાવાયરસ કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાવાયરસના કેસની કુલ સંખ્યા હવે વધીને 79 79 લાખ થઈ ગઈ છે.

Related Posts

There is no other posts in this category.